Friday, 9 May 2014

બોલો લોકો કેવા કંટાળ્યા હશે

                                                                 બોલો લોકો કેવા કંટાળ્યા હશે


MONIKA PATEL

Monday, 3 March 2014

સત્ય ઘટનાઃ


* એક જગ્યા ચાલી રહેલા દંગામાં એક રિપોટર ત્યાંની મુલાકાત લીધી તે જગ્યા પર ભયંકર ઠંડી પડી રહી હતી તેવા સમયે એક નાની છોકરીએ તેમને શગડી આપી અને પોતે ત્યાંથી નીકળી ગઇ સવારે તે રિપોટરે જાગીને જોયુ તો તે છોકરી એક લાશ પાસે જઇને સૂતી હતી તે રિપોટર જાગીને આવુ જોયુ તો તેને ઘણી નવાઇ લાગી પછી છોકરી ઉઠીને તેમના નજીક આવી ત્યારે રિપોટરે તેને પુછ્યુ કે બેટા તને બિક નથી લાગતી તુ પેલા મૃત પાસે જઇને સૂઇ ગઇ હતી તો? તે છોકરીએ જે જવાબ આપ્યો તે સાંભળીને તેમના રૂવાડા બેઠા તેણે કહ્યુ કે “જીવતા કરતા મરેલ લોકો સારા કેમ કે તેમની પાસે જઇએ તો તે લાત નથી તો મારતા”

Saturday, 1 March 2014

જાણે-અજાણે


દિલ કહે છે હવે નહી ખાવ દગો,
કહે છે જવા દેને તે જુનો સગો.
છતાં મળ્યા કરે છે નવો દગો ત્યારે કહે,
કેમ કહ્યુ નહી તે પણ હતો જુનો સગો.
કહે આત્મા કહુ હું વારે-વારે તને તે નથી તારો સગો,
છતાં તું ત્યાં જઇ કેમ ખાય છે વારે-વારે દગો ?
                                                      - MONIKA PAYEL

Friday, 21 February 2014

MIND SAID I DON’T MAIN

HEART TO MIND
મન મને તું આમ ના લલચાવ,
મારી જાતને તું આમના સતાવ.
મનને જાવું માળવે,જીવ રહે તાળવે,
દિલ કહે તમને કોણ સમજાવે ?
હવે મારુ નથી મારી લાગણી પર સોર,
તેથી તો કહું છું કે લાગણી પર તમે લોકો રાખો જોર.
MONIKA PATEL

Saturday, 15 February 2014

IT’S…. TRUE……..




હવામાં શું ઉધાડ આવ્યો
જીવમાં નવો વણજાર આવ્યો
એક એવા વણજાર સાથે
તારા હોવાનો અણસાર આવ્યો
એક એવા અણસાર સાથે
મને ગુમ થવાનો ભાવ આવ્યો
ભાવ-ભાવમાં થયો સહવાસ ને
હવામાં નવો સુવાસ આવ્યો
MONIKA PATEL (LADO)

Tuesday, 12 November 2013

મારો શું વાંક


કહે છે કે સાજીશો ફક્ત દુશ્મન રચે છે, 
પણ આપણા નજીકના ક્યાં ઓછાં ખસે છે.
આપણે જેને પ્રેમ આપીએ એજ અને એજ, 
ખેચી તીર આપણા પર ક્યાં ઓછુ હસે છે.
નથી દેખાતા ઉજાગરા મારી આંખોમાં, 
હમેશાં છુ અફિણના નશામાં એવું જ ઠશે છે....
                          MONIKA PATEL

Wednesday, 30 October 2013

શું છે આ રસમ?



સવાર ઉગે છે સાંજ ઢળે છે,
પ્રેમની નવી પરિભાષ ઉઠે છે.
પાણીની તો બુંદ પણ નથી તે,
છતાં સમંદરની લહેરો ઉઠે છે.
મારા આ ધડકતા રુદયમાં તે,
આત્માનો નવો વણઝાર ઉઠે છે.
સાથે જીવો ન પણ જીવો તે શું,
સાથે મરવાનો નવો પરિહાસ ઉઠે છે.
 - મોનિ પટેલ (લાડો)