Anokho Andaj
Wednesday, 30 October 2013
શું છે આ રસમ?
સવાર ઉગે છે સાંજ ઢળે છે,
પ્રેમની નવી પરિભાષ ઉઠે છે.
પાણીની તો બુંદ પણ નથી તે,
છતાં સમંદરની લહેરો ઉઠે છે.
મારા આ ધડકતા રુદયમાં તે,
આત્માનો નવો વણઝાર ઉઠે છે.
સાથે જીવો ન પણ જીવો તે શું,
સાથે મરવાનો નવો પરિહાસ ઉઠે છે.
- મોનિ પટેલ (લાડો)
નામ અમથું
દોષો ધણા છે દુનિયામાં,
પાપો ધણા છે પુન્યમાં.
મંજીલ નથી આ દુનિયામાં,
સંઘળુ સ્મરણે આ જીવનમાં.
કોઇ મુક્ત નથી આ દુનિયામાં,
છતાં સમસ્ત ચડે આ શુન્યમાં.
સર્વે બોલે આ દુનિયામાં,
જીવન મળે ન સહજીવનમાં.
નામ મળે આ દુનિયામાં,
ઉપનામ મળે છે મૃત્યુ માં.
-મોનિ (લાડો)
અમસ્તાજ
છે આ દિલમાં વાત તો,
જાહેર કેમ નથી કરી શકતી.
છે ઉતાવળ આવવાની,
તો નજર કેમ
નથી
ઉઠાવી શકતી.
નથી દુનિયાનો ડર મને,
તો રૂબરૂ કેમ કહી નથી શકતી.
મારામાં તો ખરો પણ તારામાં પણ કર્યા ઓછા છે દોષો,
છતાં પણ દિલદારે આ દોષ સ્વીકારી કેમ નથી શકતી
ભલુ થાય ભાંગે ઝંઝાળ,
તો આટલુ કહી કેમ નથી શકતી.
-મોનિ(લાડો)
Newer Posts
Older Posts
Home
View mobile version
Subscribe to:
Posts (Atom)